MY BABY (GUJARATI)
આ શ્રેણીમાં અમે બાળકના વિકા સ વિશે અમારો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તમારા બાળકો ના વિકાસમાં તમને કંઈક અલગ લાગે તો મદદ લેવી જરૂરી છે .અને જુદીજુદી સમસ્યાઓમા થેરેપી કેવી રીતે કામ આપે છે એની માહિતી આપશું
થેરેપી (રીહેબિલિટેશન થેરેપી)
આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં કોઈપણ દવા અથવા સર્જરી વગર બાળકની સારવાર કરવામાં આવે છે .છેલ્લા કેટલાક વર્ષોથી જાણવા મળ્યું છે કે બાળકના વિકાસ દરમિયાન માતા-પિતા અને બાળકોને અનેક તકલીફો આવે છે જે સર્જરી અને દવાઓ થી ઠીક થઈ શકતા નથી.જેને ખાસ દેખરેખ ની જરૂર છે, તેવા પ્રશ્નોનો અભ્યાસ કરી જુદી જુદી રીતે પ્રયત્ન કરી તેનો ઉકેલ લાવે તેનું નામ થેરેપી .
આ થેરપી ને તેની કાર્યક્ષમતા ને આધારે જુદાજુદા વિભાગો મા વિભા જીત કરવામાં આવે છે
૧)ફિઝીયોથેરાપી
૨) ઓક્યુપેશનલ થેરાપી
૩) સ્પીચ થેરાપી
૪) બિહેવીયર થેરેપી ( સાયકોલોજી)
દરેક થેરેપી તેની કાર્યક્ષમતાના આધારે અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરે છે .
ફિઝીયોથેરાપી
જ્યારે બાળકોના શારીરિક વિકાસ મા તકલીફ હોય ત્યારે આ થેરેપી કામ લાગે. દાખલા તરીકે, મારુ બાળક ત્રણ મહિનાનું થઈ ગયું છે છતાં પણ માથુ નથી પકડતું .મારુ આઠ મહિના નું બાળક એને બેસાડવા છતાં બેસી નથી શકતું. બાળકના બંને પગ સમાન નથી અથવા આંગળીઓ ઓછી અથવા વધારે છે. મારુ બાળક ચાલતા ચાલતા ઘડી ઘડી પડી જાય છે , આવી બધી સમસ્યાઓ માં ફિઝીયોથેરાપી કામ આવે છે.
ઓક્યુપેશનલ થેરાપી
આ થેરેપીમાં બાળકની સંવેદના ,પર્યાવરણ સાથેનો એનો સંબંધ, ઉમર પ્રમાણે એની કાર્ય ક્ષમતા અને એવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે, બાળકને તેની ઉંમરના બીજા બાળકો સાથે રમવાનું ગમતું નથી. બાળક એક જ ક્રિયા વારંવાર કર્યા કરે છે. બાળકની પકડ બહુ જ કમજોર છે .મારો પુત્ર કારણ વગર રડે છે. મારી દીકરી ખૂબ જ તોફાની છે ,અને કોઈનું સાંભળતી નથી. આવા પ્રશ્નો ઓક્યુપેશનલ થેરાપીથી ઉકેલવામાં આવે છે.
સ્પીચ થેરાપી
આ થેરપીનું નામ સ્પીચ થેરેપી છે પરંતુ તે બાળકની બોલવાની શક્તિ ,તેના મોઢાનું હલનચલન અને ગળવાની શક્તિ જેવા પ્રશ્નોના ઉકેલ માં પણ કામ આવે છે. આ થેરેપીમા બાળકો કઠણ કે ચોંટી જાય એવા પદાર્થ વગેરે ખાતી વખતે પોતાનું મોઢું ખોલતા નથી તેવી સમસ્યાઓ નો ઉકેલ છે . આ થેરાપી માં જે બાળકો બોલી નથી શકતા અથવા જે બાળકો બોલી શકે છે પરંતુ શું બોલવું તે સમજી નથી શકતા તેની સારવાર કરે છે.
બિહેવીયર થેરેપી ( સાયકોલોજી)
આ થેરેપીમાં થેરાપિસ્ટ પોતાની સમજથી બાળકની વર્તણૂક સાથે સંકળાયેલા પ્રશ્નો સમજવાની કોશિશ કરે છે ,અને તેના ઉકેલ લાવવામાં મદદ કરે છે. આવા પ્રશ્નો વિશે જાણીએ, મારુ બાળક ખૂબ જ ચંચળ છે, જરાક પણ શાંતિથી બેસતું નથી. મારી દીકરી સરખી રીતે બોલી શકતી નથી. મારો દીકરો સ્કૂલ જવાની ના પાડે છે. મારી દીકરી હંમેશા ઝઘડે છે. મા-બાપને મૂંઝવતા આવા પ્રશ્નોના ઉકેલ માટે આ થેરેપી મદદરૂપ થાય છે.
આ બધી અલગ-અલગ શાખાઓ હોવા છતાં તેઓ એકમેક સાથે સંકળાયેલી છે. દાખલા તરીકે પગની આંગળીઓ પર ચાલતા બાળકના પગની પિંડી ના સજજડ સ્નાયુ ,અથવા અતિ સંવેદનશીલ પગ, અથવા સમતોલ પણાનો પ્રશ્ન હોઇ શકે છે. આવા કિસ્સાઓમાં ફિઝીયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી
કામ લાગે છે.
તે જ રીતે તોતડું બોલતા બાળકને સ્પીચ થેરાપી
અથવા બિહેવીયર થેરેપી કામ લાગે છે.
આવા પ્રશ્નોને ધ્યાનમાં લઈ ઘણા કેન્દ્રોમાં બધા થેરાપિસ્ટ એક જ સાથે કામ કરે છે. આનાથી બાળક નો સમય બચે છે અને બધા થેરાપિસ્ટ ને એકબીજા સાથે વિચારોની આપલે કરવાનું સરળ થાય છે. તે જ રીતે ઘણી જગ્યાએ આ બધા થેરપિસ્ટ હોતા નથી. એક જ થેરાપિસ્ટ બાળકને મદદરૂપ થવા બીજા થેરપિસ્ટ નું કામ કરે છે.
અમને આશા છે કે આ જાણકારી તમને મદદરૂપ થશે.
આના પછીના લેખમાં “ મારુ બાળક યોગ્ય રીતે ઉછરે છે?” તેના વિશે જાણકારી અપાશે.
- શિવાંગી પુરંદરે
&
- नीरजा त्रिवेदी
Comments